Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

રૂ.૪.૨૫ કરોડ

અધધ... કિંમતમાં વેચાયા ૩૫ વર્ષ જૂના આ જૂતા

લંડન, તા.૨૬: જૂતાના શોખીન તો લોકો હોય છે, પરંતુ કોઈ જા ના જૂતા માટે કરોડો રૂપિયા ખર્ચ કરી દે, તે ચોંકાવનારી વાત હોઈ શકે છે.  અમેરિકામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં ઓનલાઇન હરાજીમાં, સેકન્ડ હેન્ડની જોડી જૂતા ૫૬૦,૦૦૦ ડોલર (૪.૨૫ કરોડ રૂપિયા) માં વેચાયા છે. આટલી ઉંચી બોલી પર જૂતા ખરીદવાનું પણ પોતાનામાં રેકોર્ડ બની ગયો છે.

અમે જે જૂતાની વાત કરી રહ્યા છીએ તે અમેરિકાના સૌથી લોકપ્રિય બાસ્કેટબોલ ખેલાડી માઇકલ જોર્ડનના છે. માઇકલ જોર્ડને ૧૯૮૫ના રમતમાં આ જૂતા પહેર્યા હતા. ૩૫ વર્ષ જૂનાં જૂતામાં માઈકલ જોર્ડનના સિગ્નેચર છે. હરાજી કરનારી વેબસાઇટ સોથેબેઝના જણાવ્યા મુજબ આ જૂતા ૫૬૦,૦૦૦ ડોલર (રૂ. ૪.૨૫ કરોડ) માં ખરીદવામાં આવ્યા છે.

હરાજી કંપનીનો દાવો છે કે વિશ્વભરમાં આવા કોઈ જૂતાની કિંમત આટલી ઉંચી લગાવવામાં આવી નથી. ૪.૨૫ કરોડમાં શૂઝની હરાજી એ એક વિશ્વ રેકોર્ડ છે. છેલ્લી ૨૫ મિનિટની હરાજીમાં જૂતાની કિંમત, ૩૦૦,૦૦ ડોલર (રૂ. ૨.૨૮ કરોડ) પર પહોંચી ગઈ હતી. પરંતુ સૌથી વધુ બોલી લગાવનારાએ એટલો ભાવ મૂકયો કે કોઈ આ ભાવથી ઉપર જઈ શકયુ નહીં.

જણાવી દઈએ કે, અમેરિકામાં બાસ્કેટબોલના ખેલાડી  માઇકલ જોર્ડન સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. માઈકલે ૧૯૮૫માં નાઈકી એર ૧ નામનાં આ લાલ અને સફેદ રંગનાં જૂતા પહેરીને રમત રમી હતી. ઉલ્લેખનીય છે કે જૂતા બનાવનારી કંપની નાઇકે આ સિરીઝનાં ફકત ૧૨ જોડી જૂતા જ બનાવ્યાં હતાં. તેની વિશેષ બાબત એ છે કે એક જૂતુ ૧૩ નંબરનું છે જયારે બીજુ જૂતુ ૧૩.૫ ઇંચનું છે.

(12:41 pm IST)