Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

આગામી સમયમાં બાળકો માટે ખાસ કોરોના વેક્સીન તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી

નવી દિલ્હી:  કોરોના વેકસીન વ્યસ્કો માટે તો આવી ગઇ છે પરંતુ આગામી સમયમાં બાળકો પર પણ આ વાયરસની અસર ન થાય તે માટે બાળકોને ખાસ કોરોના વેકસીન તૈયાર કરવાની કામગીરી શરુ થઇ છે. જોકે વિશ્વમાં અનેક કિસ્સાઓમાં નાના બાળકો પણ કોરોનાથી સંક્રમીત થયુ હોવાનું નોંધાયુ છે પરંતુ તે અત્યંત ગંભીર ન હતા. બાળકોમાં કુદરતી રીતે રોગ પ્રતિકારક શકિત હોય છે પરંતુ ફાયઝર અને બાયોએનટેક દ્વારા હવે બાળકો માટેની કોરોના વેકસીનની ટ્રાયલ શરુ કરી દેવાઇ છે જે આગામી વર્ષેના પ્રારંભમાં ઉપલબ્ધ બની જાશે. જોકે બાળકોને અનેક પ્રકારના ટીકાઓ જન્મથી જ આપવામાં આવે છે અને તે તેને જીવનભર જે તે પ્રકારના સંક્રમણ સામે સુરક્ષીત રાખે છે. હવે કોરોનામાં પણ બાળકોને તેવી જ વેકસીન આપવામાં આવે તેવી શકયતા છે.

(6:04 pm IST)