Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

કોરોનથી બચવા માટે 35 કંપનીઓએ રસી બનાવવા પ્રયત્નો શરૂ કર્યા

નવી દિલ્હી: દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ સામે માણસ જાણે લાચાર બન્યો છે.કારણકે આ વાયરસની કોઈ રસી હજી સુધી ઉપલબ્ધ નથી.આ વાયરસે દુનિયાભરમાં લોકોના જીવ લેવાનુ શરુ કર્યા છે.અલગ અલગ દેશો વાયરસને કાબૂમાં લેવા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ફાર્માસ્યુટિકલ કંપનીઓ કોરોના વાયરસ સાથે રેસમાં ઉતરી છે.

દુનિયામાં 35 કંપનીઓ હાલમાં આ વાયરસ સામે રસી બનાવવાના પ્રયત્નો યુધ્ધના ધોરણે શરુ કર્યા છે. આ પૈકીની ચાર કંપનીઓએ રસી તૈયાર કરીને જાનવરો પર તેના પરિક્ષણ પણ શરુ કરી દીધા છે. આ બધામાં બોસ્ટનની એક બાયોટેક કંપની સૌથી આગળ છે. કંપનીની યોજના સપ્ટેમ્બર મહિના સુધીમાં સૌથી પહેલા આ રસીનુ વિતરણ સ્વાસ્થ્યકર્મીઓમાં કરવાની છે.

(6:27 pm IST)