Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

બ્રિટિશ સૈનિકની ૧૦૪ વર્ષ જુની યુધ્ધ ડાયરી ૨,૩૫,૦૦૦ રૂપિયામાં વેચાઇ

લંડન,તા.૨૬: એક યુવાન બ્રિટિશ સૈનિકે ૧૯૧૬માં થયેલા યુદ્ઘની ભયાનકતા વર્ણવતી એક અંગત ડાયરી લખી હતી. લગભગ એક સદી પહેલાં પ્રાઇવેટ આર્થર એડવર્ડ ડિગિન્સે લખેલી આ ઐતિહાસિક જર્નલ મિડલેન્ડ્સમાં ધૂળ ખાતી મળી આવી હતી. પેન્સિલથી લખાયેલી આ જર્નલમાં પ્રથમ વિશ્વયુદ્ઘ દરમ્યાન લગભગ ૩૦,૦૦૦ લોકોના જીવ લેનારા લોહિયાળ યુદ્ઘની વાસ્તવિકતા ચીતરવામાં આવી હતી. ૧૦૪ વર્ષ જૂની આ ડાયરીની હરાજી કરનારાઓને શુક્રવારે યોજાયેલી લિલામીમાં ૩૦૦થી ૪૦૦ પાઉન્ડ મળવાની આશા હતી. પરંતુ એના ૨૬૦૦ પાઉન્ડ નીપજયા હતા.

આ યુદ્ઘ ડાયરીના ઓકશન સાથે સંકળાયેલા એક અધિકારીના કહેવા મુજબ તેમને કલ્પના પણ નહોતી કે એક અદના સૈનિકની ડાયરી માટે લોકોનો આટલો બહોળો અને ઉત્સાહજનક પ્રતિસાદ મળશે.

(3:42 pm IST)
  • ઘણી સ્કુલોએ ૬-૬ મહિનાની ફીના ચેક ઉઘરાવેલ છે : આ મહામારીનો ભારે આતંક સર્જાયો છે ત્યારે આ ચેકો શાળા સંચાલકો અત્યારે ન નાખે તેવી લાગણી access_time 11:25 am IST

  • ઓહોહો... રાજકોટમાં ૩૬ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે : રાજકોટ : શહેરમાં આજે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ૩૬ કિ.મી.ની ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે : ૨૯.૬ ડિગ્રી સાથે ગરમીમાં ઘટાડો થયો છે : ભેજનું પ્રમાણ ૪૩ ટકા છે : દિવસનું તાપમાન નોર્મલથી ૮ થી ૯ ડિગ્રી નીચુ જોવા મળી રહેલ છે access_time 4:33 pm IST

  • ઓનલાઇન ટિકિટ લેનાર યાત્રિકોને રેલવે તંત્રની સૂચના : ટિકિટ કેન્સલ કરાવશો તો રકમ ઓછી મળવાની શક્યતા : 14 એપ્રિલ સુધી તમામ ટ્રેનો રદ થઇ હોવાથી આપોઆપ રિફંડની રકમ તમારા ખાતામાં જમા થઇ જશે access_time 1:35 pm IST