Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

રાત્રે એલર્જીનું જોર વધી જાય છેઃ પ મુખ્ય કારણો

 ઘડિયાળના કાંટા પ્રમાણે તમારી એલર્જી પણ પાછી આવે છે. નાકમાંથી પાણી પડવું, છીંકો આવવી, આંખમાં ખંજવાળ આવવી આ બધા એલર્જીના લક્ષણો છે જે તમારી ઉંઘ બગાડી શકે છે. ન્યુયોર્કના એલર્જી એન્ડ અસ્થમાં એસોસિએટસના એલર્જીસ્ટ અને ઇમ્યુનોલોજીસ્ટ ડોકટર પૂર્વી પરીખ કહે છે, ''રાત્રે એલર્જીના લક્ષણો બહુ વધી જતાં હોય છે.''

રાત્રે એલજીનાં લક્ષણો વધી જવાના આ છે મુખ્ય કારણો

(૧) આડા પડવાના કારણે નાકમાં ભરાવો

ગુરૂત્વાકર્ષણ આપણું મિત્ર નથી થતું. પરીખ કહે છે, ''જયારે તમે આડા પડો છો ત્યારે તમારા નાકમાંથી દરેક વસ્તુ ગળા તરફ જાય છે. નાક અને ગળાની રચનાના કારણે તેના લીધે કફ, નસકોરા, શ્વાસ લેવામાં તકલીફ વધી જાય છે.'' વધારે અથવા મોટા ઓશિકાથી આમાં થોડી રાહત મેળવી શકાય છે.

(ર) બેડરૂમમાં ડસ્ટ માઇટ અને મોલ્ડ ભરપૂર હોય છે

ખરેખર તો એલર્જીનું લેવલ રાત્રે નહીં પણ વહેલી સવારે વધારે હોય છે. પણ રાત્રે તે વધારે અનુભવવાનું કારણ તમે જ ઉભું કરેલું હોય છે તેમ ડોકટર પરીખ કહે છે. તેમના કહેવા અનુસાર બેડરૂમમાં રહેલી વસ્તુઓ ઘણા લોકોને એલર્જી ઉભી કરે છે. તમારા ઓશિકા, ગાદલા, બોક્ષ સ્પ્રીંગ, દિવાલમાંના મોલ્ડ અને વોટરડેમેજમાં ડસ્ટ માઇટસ તેમનું ઘર બનાવે છે. એલર્જી માટેનું મુખ્ય કારણ આ ડસ્ટમાઇટ છે.

ડો. પરીખ આના ઉપાય માટે કહે છે કે ઓશિકા, ગાદલા, કાર્પેટ વગેરેને વારંવાર વેકયુમ કલીનરથી સાફ કરવા જોઇએ અને ગાદલા પર ડસ્ટમાઇટ કવર ચડાવવા જોઇએ.

(૩) પાળેલા પ્રાણીઓ તમારા બેડ પર સુવે છે

એલર્જીનું બીજું એક સર્વ સામાન્ય કારણ છે પાળેલા પ્રાણીઓના શરીરમાંથી ખરતો ખોડો, જે તમારી ફર્શ પર ભેગો થતો રહે છે ઉપરાંત જો તે તમારી પથારીમાં પણ સુતું હોય તો ત્યાં પણ તે ખરે છે અને તેના લીધે પણ એલર્જી થતી હોય છે.

ડો.પરીખ કહે છે કે મારૂ સુચન લોકપ્રિય નથી પણ એલર્જીના દર્દીઓએ પાળેલા પ્રાણીના બેડરૂમમાં ન આવવા દેવા જોઇએ.

(૪) એલર્જીક રજકણો ઘરમાં તમે જ લાવો છો

જો ઉપરના કારણો તમારા ઘરમાં નહોય તો બહારથી નિશ્ચિતપણે તમે જ એલર્જીક રજકણો અજાણપણે ઘરમાં લાવો છો. ડો. પરીખ અનુસાર તે તમારા વાળ, ચામડી કે કપડા પર હોય છે. એટલે સુતા પહેલા નહાઇને સ્વચ્છ ધોયેલા કપડા પહેરીને સુવું જોઇએ.

(પ) તમારા વિચારો સાથે તમે એકલા જ હો છો

ડો. રોઝનસ્ટ્રીચ કહે છે, '' એલર્જી રાત્રે જ કેમ વધી જાય છે? દિવસ દરમ્યાન તમે કાર્યરત રહેતા હોવાથી તેના અંગે ભુલી જાવ છો અને તમે બહેતર અનુભવો છો. રાત્રે તમે પથારીમાં આડા પડો છો ત્યારે તમે તમારી તકલીફ સિવાય બીજુ લગભગ નથી વિચારતા એટલે તમને તેના લક્ષણો વધારે અનુભવાય છે.

(3:51 pm IST)