Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

મોઢાની દુર્ગંધથી આ રીતે મેળવો છુટકારો !

મોઢામાંથી દુર્ગંધ શર્મ ઉત્પન્ન કરે છે. આને કારણ આપણે લોકો સાથે સરળતાથી વાત કે હસી નથી શકતા અને આપણે હસીના પાત્ર બનીએ છીએ. જેના મોઢામાંથી ખરાબ વાશ આવે તેની પાસે રહેવાનું કોઈ જ પસંદ ન કરે.

જો તમે મોંધો મેકઅપ લગાવતા હોવ અને સારા કપડા પહેરતા હોવ પણ જો બોલતી વખતે મોઢામાંથી દુર્ગંધ આવે તો આ બધાનો સત્યાનાશ થઈ જાય છે. વેલ, અહિ આ સમસ્યા દુર કરવા માટે જરૂરી ટીપ્સ આપેલ છે.

 મોઢામાંથી દુર્ગંધમાં જીભની મોટી ભૂમિકા છે. આના માટે સૌપ્રથમ જીભને બરાબર સાફ કરવી. ભોજન કર્યા બાદ જીભની બરાબર સફાઈ કરવી. જ્યારે તમે સવારે ઉઠો ત્યારે બ્રશ કર્યા પછી તરત જ ઉળિયાથી જીભ સાફ કરવી. આમ કરવાથી મોઢામાં ગંધ નહિ રહે.

 ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવા.

 એલચીના અને વરિયાળીના સેવનથી ઘણા બધા ફાયદાઓ છે. મોઢામાં તાજગી લાવવાના સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ મોઢાની બદબૂને દુર કરે છે.

 દિવસમાં ભોજન કર્યા બાદ બે વાર જીભ પર બ્રશ કરવાથી બેકટેરિયાની સંખ્યા ઓછી થાય છે. આનાથી મોઢાની અન્ય બીમારીઓ પણ દુર થાય છે.

(9:34 am IST)