Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

બટાટાનું જ્યૂસ પીવાના છે ઘણા બધા ફાયદાઓ

સંપૂર્ણ દેશમાં લોકો આનો ઉપયોગ કરે છે. બધાના ઘરમાં બટાટાની કોઈને કોઈ વાનગીઓ બનતી જ હોય. કોઈ શાકમાં તો કોઈ ખીચડી વગેરેમાં નાખીને અલગ રીતે આનું સેવન કરતા હોય છે. પણ શું તમે જાણો છો આનું જ્યૂસ પીવું એ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે.

બટાટાના રસમાં વધારે માત્રામાં આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ, ફાઈબર, કેલ્શિયમ, પ્રોટીન અને વિટામીન-એ, બી અને સી ભરપૂર માત્રામાં મળી આવે છે. વેલ, આજે અમે બટાટાના જ્યૂસ સાથજે જોડાયેલ ફાયદાઓ તમને જણાવવાના છીએ.

. બટાટાનું જ્યૂસ બનાવવા માટે દાગ વગરના કે નવા અંકુરિત બટાટાનો જ ઉપયોગ કરવો. આના માટે બટાટાના ટુકડા કરીને મિકસરમાં પીસવું અને જરૂર મુજબ પાણી નાખવું.

. જ્યારે તમે બટાટાનું જ્યૂસ પીવો ત્યારે ધ્યાનમાં રાખવું કે તેનું ખાલી પેટ જ સેવન કરવું. આનાથી તમને ગેસની સમસ્યાથી છુટકારો મળશે.

. બટાટાનું જ્યૂસ પીવાથી તમે સરળતાથી કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરી શકો છો.

(9:34 am IST)