Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

જાપાનની નવી કલાકારી:વૈજ્ઞાનિકોએ બનાવ્યો બાળકના ચહેરા જેવો રોબોટ:માત્ર સ્પર્શ કરવાથી જ થાય છે પીડાનો અહેસાસ

નવી દિલ્હી: જપાનના વૈજ્ઞાનિકોએ સ્પર્શ અને પીડાની સંવેદના ધરાવતો એફેટ્ટો નામનો એન્ડ્રોઇડ બેઝડ રોબો બનાવ્યો છે. ઇટેલિયન ભાષામાં અફેટોનો અર્થ અફેકશન એટલે કે લાગણી થાય છે. એ વૈજ્ઞાનિકોનો દાવો છે કે માણસ રોબો સાથે રહેતો હોય એ દિવસો દૂર નથી. ઓસાકા યુનિવર્સિટીએ એ રોબોનો વિડીયો પણ પ્રસારીત કર્યો છે. મૂળ 2011માં બનાવેલા રોબામાં 2018માં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. બાળકના ચહેરાના આકારના રોબોના ઇલેકટ્રીકલ ચાર્જીંગ માટે એના પર લગાવવામાં આવેલી સિન્થેટીક સ્કિનને કારણે એ પીડા કે અન્ય સંવેદના વ્યકત કરે છે.

(6:21 pm IST)