Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

હે ભગવાન ચીનના વુહાનમાં પાણી વેચાયું 1500રૂપિયામાં: જમવાનું પણ ખુટ્યું

નવી દિલ્હી: ચીનમાં હાલમાં કોરોના વાયરસના પગલે ખાવા પીવામાં પણ અછત આવી ગઈ છે ત્યારે પાણી 1500 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ દરમિયાન ચીનથી 13મી જાન્યુઆરીએ સુરત પરિવાર પાસે વેકેશન ગાળવા આવેલી સિદ્ધિ પંડ્યાએ જણાવ્યું હતું કે, હું અને મારી આણંદની ફ્રેન્ડ અત્યારે અહીં છીએ. જોકે હજુ અમારી બેન્ચના લગભગ 10 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં છે. જેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. જે બોટલ અગાઉ બે ત્રણ યુઆન માં મળતી તે અત્યારે 148થી 150 યુઆન એટલે કે 1500 રૂપિયામાં મળે છે. ખાવા-પીવાની વસ્તુઓ માટે પણ ભારે લૂંટ ચલાવવામાં આવી રહી છે. વુહાનમાં વિદ્યાર્થીઓ પાસે ખાવા પીવાનું ખૂટી ગયું છે. સિદ્ધિએ કહ્યું હતું કે હાલ ચીનમાં અફરાતફરીનો માહોલ ચાલી રહ્યો છે. બધા ખૂબ ડરેલા છે ત્યારે અમારી યુનિવર્સિટીમાં પણ વેકેશન લંબાઈ શકે તેવો ભય સતાવી રહ્યો છે. જેના કારણે અમારો અભ્યાસ પણ બગડી શકે છે.સિદ્ધિએ કહ્યું હતું કે હાલ ચીનમાં અફરાતફરીનો માહોલ ચાલી રહ્યો છે. બધા ખૂબ ડરેલા છે ત્યારે અમારી યુનિવર્સિટીમાં પણ વેકેશન લંબાઈ શકે તેવો ભય સતાવી રહ્યો છે. જેના કારણે અમારો અભ્યાસ પણ બગડી શકે છે.

(6:20 pm IST)