Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

મેં સુધીમાં કોરોના કાબુમાં ન આવે તો થઇ શકે છે ટોકિયો ઓલમ્પિક રદ

નવી દિલ્હી: ચીનના વુહાનથી પ્રસરેલા જીવલેણ કોરોના વાઇરસને કારણે હવે ટોકિયો ઓલિમ્પિકના આયોજન સામે સંકટનાં વાદળો ઘેરાવા માંડ્યાં છે. એક ન્યૂઝ એજન્સીએ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્યને ટાંકીને જાણકારી આપી છે કે, જો મે મહિનાના અંત સુધીમાં કોરોના વાઇરસ પર કાબૂમાં નહીં આવે તો ટોકિયો ઓલિમ્પિક રદ થઈ શકે છે.

અહીં એક ખાસ વાત એ છે કે, કોરોના વાઇરસ કાબૂમાં ન આવે તો ઓલિમ્પિક રમતોત્સવનો સમય નહીં બદલાય કે ના તો તેને સ્થગિત કરાશે, બલકે રમતોત્સવ જ રદ કરી દેવાશે ટોકિયો ઓલિમ્પિકની ટિકિટો પણ વેચાઈ ચૂકી છે. આ સ્થિતિમાં હવે ઓલિમ્પિકના આયોજન પર મંડરાઈ રહેલાં સંકટનાં વાદળો જાપાન માટે એક મોટા ફટકા સમાન બની શકે છે.

(6:19 pm IST)