Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ગઝબ છે આ ભાઈ તો:યુવાન રહેવા માટે પીવે છે રોજ પોતાનું યુરિન

નવી દિલ્હી: દુનિયામાં અનેક પ્રકારના વિચિત્ર લોકો રહે છે. જે દરેક કામ કરવામાં પોતાનું મગજ પહેલા દોડાવે છે. આવો જ એક વ્યક્તિ છે ઈંગ્લેંડનો 32 વર્ષીય હૈરી મતાદીન. આ વ્યક્તિએ દાવો કર્યો છે કે તે યુવાન રહેવા માટે યૂરીન પીવે છે અને તેને લાભ પણ થયો છે. તે છેલ્લા 4 વર્ષથી સતત યૂરીન પીવે છે. તે સવારે ઉઠી અને પોતાનું વાસી યૂરીન પીવે છે.

આ વ્યક્તિએ દાવો કર્યો છે કે યૂરીન પીવાથી તેનું ડિપ્રેશન દૂર થયું છે. આ વ્યક્તિ ઈંગ્લેંડના હૈંપશાયરનો રહેવાસી છે. હૈરીનું કહેવું છે કે તે રોજ 200 એમએલ યૂરીન પીવે છે. તેનું યૂરીન એક સપ્તાહથી લઈ 1 મહિનો જુનું હોય છે. હૈરીએ દાવો કર્યો છે કે વાસી યૂરીનમાં એંટી એજિંગ તત્વ હોય છે જે વ્યક્તિને લાંબા સમય સુધી યુવાન રાખે છે. તેથી તે છેલ્લા ચાર વર્ષથી યૂરીન પીવે છે.

(6:19 pm IST)