Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ઓહાયોના ઝૂમાં ચિત્તાનાં ટેસ્ટટ્યુબ બે બચ્ચાં પેદા કરાયા : પ્રાણીસંગ્રહાલયમાં પહેલી વખત ટેસ્ટટ્યુબ બચ્ચાનો જન્મ

રણ વર્ષની માદા ચિત્તા ઈઝીની કૂખે એક નર અને એક માદા મળી બે બચ્ચાંનો જન્મ થયો

અમેરિકાના ઓહાયો સ્ટેટના પ્રાણીસંગ્રહાલયમાં પહેલી વખત ટેસ્ટટ્યુબ એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેક્નિક વડે ગર્ભ સરોગેટ મધરના ગર્ભાશયમાં રાખીને ચિત્તાનાં બે બચ્ચાં પેદા કરવામાં આવ્યાં હતાં. ઓહાયોના કોલમ્બસ ઝૂ ઍન્ડ ઍક્વેરિયમમાં ગયા બુધવારે ત્રણ વર્ષની માદા ચિત્તા ઈઝીની કૂખે એક નર અને એક માદા મળી બે બચ્ચાંનો જન્મ થયો હતો.

જોકે બચ્ચાંની બાયોલૉજિકલ મધર ૬ વર્ષની કિબીબી છે. એની પોતાની કૂખે સંતતિ જન્મી નથી અને ઉંમર પ્રમાણે એ કુદરતી રીતે સગર્ભા થઈ શકે એમ નથી.

કિબીબીનાં સ્ત્રીબીજ કોલમ્બસ ઝૂ લૅબોરેટરીમાં ૧૯ નવેમ્બરે ફલિત કરવામાં આવ્યાં હતાં. પ્રારંભિક તબક્કાનાં ભ્રૂણ ૨૧ નવેમ્બરે ઈઝીની કૂખમાં રોપાયાં હતાં. એકાદ મહિના પછી કરવામાં આવેલી અલ્ટ્રા સાઉન્ડ ટેસ્ટમાં ઈઝીના પેટમાં બે ગર્ભ હોવાનું જણાયું હતું. ઓહાયો ઝૂના વાઇસ પ્રેસિડન્ટ ડૉ. રેન્ડી જુંગે જણાવ્યું હતું કે 'વન્ય પશુઓમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનના આ પ્રયાસમાં સફળતા મળતાં પ્રાણીઓની અનેક દુર્લભ જાતિઓની વસ્તી જાળવવાનો માર્ગ મોકળો બનશે. વન્ય પશુઓમાં આ પદ્ધતિની જમાયશ ત્રણ વખત કરવામાં આવી છે અને પહેલી સફળતા મળી છે.

(12:05 pm IST)