Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

બીજિંગથી માત્ર ત્રણ કલાકમાં ન્યુયોર્ક પહોંચાડે એવું પ્લેન ડિઝાઇન કરે છે ચીન

બીજીંગ તા. ર૬ :.. હાલમાં ચીનના પાર્ટનગર બીજીંગથી અમેરિકાના ન્યુયોર્ક સુધી પહોંચવામાં સાડાતેર કલાકની હવાઇ મુસાફરી કરવી પડે છે. પણ આ સમયગાળો ઘટાડીને માત્ર ત્રણ કલાક કરવાની નેમ ચીન ધરાવે છે. અને તેથી આ દિશામાં એણે એક એવું પ્લેન ડીઝાઇન કર્યુ છે. આ પ્લેન કલાકના ૬૦૦૦ કિલો મીટરની ઝડપે ઊડી શકશે અને આમ એ અવાજની સ્પીડ કરતાં પણ વધારે ઝડપે આ અંતર કાપશે.

અત્યાર સુધી કોન્કર્ડ પ્લેનો સૌથી વધારે ર૧૭૯ કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે ઊડતાં હતા અને લંડન અને ન્યુયોર્ક વચ્ચે એની સર્વિસ ઉપલબ્ધ હતી. જો કે આ પ્લેનની સર્વિસ હવે બંધ કરવામાં આવી છે. ચીન જે પ્લેન તૈયાર કરી રહ્યું છે એને આઇ પ્લેન એવું નામ આપવામાં આવ્યુ છે અને પ્રયોગ શાળામાં આ પ્લેનની ઝડપ ૮૬૦૦ કિલો મીટર પ્રતિ કલાકની અચીવ કરવાની નેમ છે. જો કે આ પ્લેનમાં મુસાફરી કરવા માટે દામ પણ ઘણા ચુકવવા પડશે. એક તરફની મુસાફરીનો ખર્ચ આશરે ૧૬ લાખ રૂપિયા થવાની ધારણા છે.

(3:59 pm IST)