Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

૯ મહિનાના દીકરાના મોઢામાં પરાણે સિગારેટ મૂકનારા પિતાને ૬ મહિનાની જેલ થશે

જાકાર્તા તા. ર૬ :.. જયારે માબાપ ખુદ સંતાનો સાથે મજાક કરવાની હદ પાર કરી દે ત્યારે પોલીસ અને પ્રશાસને એમાં પડવું પડે છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક ભાઇ પોતાના જ નવ મહિનાના દીકરાના મોંમાં સળગેલી સિગારેટ ભરાવીને તેને કસ લેતાં શીખવી રહ્યા હતાં. આ ઘટનાનો વિડિયો ખુદ આ દીકરાની મા ખેંચી રહી હતી. ઘટના ઇન્ડોનેશિયાના મદુરા આઇલેન્ડ પર રહેતાં ૩૬ વર્ષના મુઝમ્મિલ અને તેની ૧૮ વર્ષની પત્ની ઉમ્મુ સલમાના કસ્તુતની છે. સોશ્યલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો વાઇરલ થતાં સ્થાનીક પોલીસે બન્નેને પકડી પાડયાં હતાં. ઇન્ડોનેશીયાના કાયદા મુજબ પોતાનાં સંતાન સાથે પણ કોઇ આવું વર્તન કરે એ અક્ષમ્ય છે. હવે કદાચ મૂઝમ્મિલને છ મહિનાની કેદ અને એક લાખ રૂપિયાનો દંડ થાય એવી સંભાવના છે.

(3:58 pm IST)