Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

પ્રાણીશાસ્ત્રીઓ મૂંઝવણમાં છે કે આ સિંહણને કેશવાળી કેવી રીતે ઉગી

ન્યુયોર્ક , તા. ર૬ : અમેરિકાના ઓકલાહોમાં શહેરના ઝૂમાં રહેતી ૧૮ વર્ષની આફ્રિકન પ્રજાતિની સિંહણને હવે કાન અને ગરદન પાસે કેશવાળી ઉગી રહી છે. જેમ માનવજાતિના પુરૂષોમાં જ દાઢી-મૂછ ઉગે છે એમ સિંહોમાં પણ માત્ર નરને જ કેશવાળી ઉગે છે. બ્રિજેટ નામની આ સિંહણના શરીરમાં આવું પરિવર્તન કેમ આવી રહ્યું છે એનો જવાબ ઝુઓલોજિસ્ટ પાસે પણ નથી. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ બ્રિજેટને બેહોશ કરીને એનું લોહીનું સેમ્પલ લીધું છે. એની સાથે જ જન્મેલી બીજી ટિયા નામની સિંહણના લોહીના સેમ્પલ સાથે એને સરખાવવામાં આવશે. જેમ હોર્મોનલ ચેન્જિસને કારણે સ્ત્રીઓમાં પુરૂષો જેવા બાહ્ય લક્ષણો અને વાળનો વધુ પડતો ગ્રોથ થાય છે એવું જ કંઇક આ સિંહણમાં થઇ રહ્યું છે કે પછી કંઇક બીજું જ છે એ શોધવા માટે ઝૂઓલોજિસ્ટો એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે.

(3:58 pm IST)