Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ત્રણ પોલીસમેનોએ ત્રીજા માળે લટકતા બાળકને ઝીલી લેતા જીવ બચી ગયો

કેરો, તા. ર૬ : ઇજિપ્તમાં એક વિડિયો વાઇરલ થયો છે. જેમાં એક બિલ્ડીંગના ત્રીજા માળ પર લટકી રહેલા બાળકને બચાવવા માટે ત્રણ પોલીસ-ઓફિસરો થોડીક જ ક્ષણોમાં કંઇક જુગાડ કરવા જાય છે. વાત કંઇક એમ છે કે ત્રીજા માળની બાલ્કની પર પાંચ વર્ષનો એક છોકરો લટકી રહ્યો છે અને તેનો હાથ ગમે ત્યારે છટકી જઇ શકે એમ છે. જેવી બે પોલીસ-ઓફીસરોની તેના પર નજરે પડે છે કે તરત જ એક પોતાનો કોટ કાઢીને એમાં બાળકને ઝીલવાની કોશિશ કરે છે, બીજો કયાંક મોટી ચાદર જેવું શોધવા જાય છે. જોકે એ જ વખતે બાળક નીચે પડે છે અને ત્રીજો પોલીસ-ઓફીસર તેને પોતાના બાંહોમાં ઝીલી લે છે. પાંચ વર્ષનું બાળક બોડીમાં અલમસ્ત હોવાથી બાળકને ઝીલીને પોલીસ-અફસર જમીન પર પટકાય છે. બીજા બે ઓફિસરો તરત જ નીચે પડેલા બાળકને ઉંચકી લે છે. જેણે બાળકને ઝીલ્યુ હોય છે તેને માથામાં ઇન્જરી થઇ હોય છે, પરંતુ બાળકને ઉની આંચ પણ નથી આવી. આનું નામ રામ રાખે એને કોણ ચાખે.

(3:55 pm IST)