Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

મરઘીની જેમ ઇંડા આપે છે આ છોકરો

ડોકટર્સ પણ ગોથે ચઢયા

જાકાર્તા તા. ૨૬ : ઈન્ડોનેશિયામાં એક ૧૪ વર્ષનો છોકરો પાછલા બે વર્ષોથી મરધીની જેમ ઈંડા આપે છે. તમને જાણીને વિશ્વાસ નહીં થાય પરંતુ આ છોકરો વર્ષ ૨૦૧૬થી અત્યાર સુધીમાં લગભગ ૨૦ ઈંડા આપી ચૂકયો છે. યુવકના પિતા પણ આ વાતની પુષ્ટિ કરે છે. છોકરાએ ડોકટરોની સામે જ ૨ ઈંડા આપ્યા છે આ જોઈને ડોકટર્સ પણ પોતાનું માથું ખંજવાળી રહ્યા છે.

 

એક વેબસાઈટમાં જણાવ્યા મુજબ છોકરાનું નામ અકમલ છે અને તેના પિતાનું નામ રૂસિલ છે. છોકરાના પિતા રૂસિલનું કહેવું છે કે તેમનો દીકરો જે ઈંડા આપે છે, તેમાં માત્ર પીળો ભાગ હોય છે અથવા તો પછી સફેદ ભાગ હોય છે. પહેલીવાર જયારે તેમણે અકમલે આપેલા ઈંડા ફોડ્યા ત્યારે તેમાંથી પીળું પ્રવાહી નીકળ્યું, જે મરઘીના ઈંડામાં મળી આવતા એગ યોક જેવું જ હતું.

અકમલ થોડા સમય પહેલા બીમાર થઈ ગયો હતો. તેને ઘણીવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જયાં તેણે ડોકટર્સની હાજરીમાં જ ઈંડા આપ્યા હતા. જે બાદ હોસ્પિટલે પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. તેમનું કહેવું હતું કે આ કોઈ શરારત હોઈ શકે છે. હોસ્પિટલનું અનુમાન છે કે છોકરાએ ગુદા માર્ગ દ્વારા ઈંડા અંદર છુપાવ્યા હોય શકે છે. પણ તેઓ આ પ્રકારની વાતની પુષ્ટિ કરી શકયા નથી. જોકે અકમલના પિતા હોસ્પિટલના આ દાવાનો ઈનકાર કરી રહ્યા છે. હાલમાં ડોકટર્સ પણ આ કેસમાં ગુંચવાઈ ગયા છે. અને યુવકના ઈંડા આપવાનું કારણ શોધવામાં લાગ્યા છે.(૨૧.૧૨)

(1:21 pm IST)