Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સુદાનમાં બાળકોને પોતાની માતાનો બળાત્કાર જોવા માટે મજબૂર કરાય છે

દક્ષિણ સૂદાનમાં યૌન હિંસા ચરમસીમાએ પહોંચી ગઇ છે

નવી દિલ્હી તા. ૨૬ : માનવાધિકારોની ખરાબ હાલત જોઈને એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે, સૂદાનમાં બાળકોની અને માતાઓની સ્થિતિ ખૂબ દયનીય છે, કારણ કે સૂદાનમાં બાળકોને તેમની માતા સાથે થતા બળાત્કારને જોવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.

 

UNની રિપોર્ટ પ્રમાણે, દક્ષિણ સૂદાનમાં યૌન હિંસા ચરમસીમાએ પહોચી ગઈ છે. શુક્રવારે જાહેર કરાયેલ આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ સૂદાનમાં લગભગ ૪૦ અધિકારીઓ માનવાધિકારના ભંગ માટે જવાબદાર છે. જો કે આ અધિકારીઓના નામ જાહેર થયા નથી.

જાણકારી પ્રમાણે, આ ૪૦ અધિકારીઓમાંથી ૪ કર્નલ લેવલના અધિકારી અને ૩ રાજયપાલ છે. ઘણા પીડિતો પોતાની કહાની વ્યકત કરી રહ્યા છે. એક પીડિત મહિલાએ તો એટલે સુધી કહ્યું કે, એક પુત્રને જીવતા રહેવા માટે પોતાની દાદીનો બળાત્કાર કરવાનું કહેવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ સૂદાનને વર્ષ ૨૦૧૧માં સૂદાનમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ગઈ છે, પરંતુ ડિસેમ્બર ૨૦૧૩થી અહીંયા ગૃહયુદ્ઘ શરૂ થઈ ચૂકયું છે. જો કે વર્ષ ૨૦૧૫ બાદ અહીંયા શાંતિ કરારો થયા હોવા છતાં પણ હિંસા સતત વધી રહી છે. દક્ષિણ સૂદાનની સરકારે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેવું પણ કહેવામાં આવ્યું છે.(૨૧.૧૩)

(11:43 am IST)