Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

એન્ટાર્કટિકામાં 'કાલ્વિંગ'ને લઈને આઇસબર્ગ તૂટ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: એન્ટાર્કટિકાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં એક મોટો આઈસબર્ગ તૂટ્યો છે. તેનું આકાર ગ્રેટર લંડન જેટલું જ છે. જોકે ડરાવનારી વાત એ છે કે જ્યાંથી આ આઈસબર્ગ તૂટ્યો હતો તેની નજીકમાં જ એક રિસર્ચ સેન્ટર આવેલું હતું. ગત બે વર્ષમાં આ બીજી ઘટના હતી જ્યારે એન્ટાર્કટિકામાં આટલો મોટો હિમખંડ તૂટ્યો હોય. તેને ચાસ્મ-1 નામ અપાયું છે. હવે તે સમુદ્રમાં તરવા માટે તૈયાર છે. બ્રિટિશ એન્ટાર્કટિકા સરવેએ જણાવ્યું કે આ હિમખંડ એટલે કે આઈસબર્ગ તેની પ્રાકૃતિક પ્રક્રિયા એટલે કે કાલ્વિંગને કારણે તૂટ્યો છે. જોકે તેને ક્લાઈમેટ ચેન્જ કે પછી ગ્લોબલ વોર્મિંગ સાથે કોઈ લેવા દેવા નથી. ખરેખર તે એન્ટાર્કટિકાના વેસ્ટ બ્રન્ટ ભાગમાં હતો જે ઈસ્ટ બ્રન્ટથી છૂટો પડી ગયો છે. આ આઈસબર્ગનું કદ 1550 ચો.કિ.મી. ક્ષેત્રફળ છે. તે જ્યારે છૂટો પડ્યો ત્યારે તેની અને મુખ્ય એન્ટાર્કટિકા વચ્ચે 150 મીટર મોટી તિરાડ પડી ગઈ હતી. આ તિરાડને એક દાયકા પહેલા જોવામાં આવી હતી. ત્યારથી તે ધીમે ધીમે વધતી જઈ રહી હતી. છેવટે ચાસ્મ-1 તૂટીનો અલગ થઈ ગયો. આવો જ એક ટુકડો જે 1270 ચો.કિ.મી. ક્ષેત્રફળનો હતો તે ગત વર્ષે તૂટીને અલગ થયો હતો. 

(5:36 pm IST)