Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

2000 વર્ષ જૂની મમીના સીટી સ્કેનથી જાણવા મળ્યું કંઈક અજુગતું :પેટમાંથી મળી આવ્યું સુરક્ષિત ભ્રુણ

 

નવી દિલ્હી: 2000 વર્ષ જૂની એક મમીના પેટમાં સુરક્ષિત ભ્રૂણ મળી આવ્યો છે. ભ્રૂણ એવી સ્થિતિમાં છે, જેવી રીતે અથાણું અનેક વર્ષો સુધી સાચવીને રાખેલું હોય એમ, એને ઈજિપ્તની પ્રથમ ગર્ભવતી મમી તરીકે ઓળખવામાં આવે છે. મૃત્યુ સમયે મહિલાની ઉંમર આશરે 30 વર્ષ હશે. તેનું મૃત્યુ .પૂ. પ્રથમ સદીમાં થયું હશે. મમીને રિસર્ચર્સે મિસ્ટીરિયસ લેડી નામ આપ્યું છે. ભ્રૂણ અંગે માહિતી મેળવવા માટે એનો સીટી સ્કેન લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ આશ્ચર્યજનક માહિતી સામે આવી હતી. સંશોધન સાથે જોડાયેલા મેન રિસર્ચર ડો.વોજસીઝ એસમંડ અને પોલિશ એકેડમી ઓફ સાયન્સના જણાવ્યા પ્રમાણે, અમે ઈજિપ્ત અથવા વિશ્વમાં અન્ય કોઈ જગ્યાએ અત્યારસુધીમાં કોઈ ગર્ભવતી મમી મળી નથી. દુનિયાનો પ્રથમ કિસ્સો છે. જોકે પ્રશ્ન હજુ યથાવત્ છે કે છેવટે મમીના શરીરમાં ભ્રૂણને શા માટે છોડી દેવામાં આવેલો, અલબત્ત, જ્યારે મહિલાના શરીરમાંથી અન્ય અંગો કાઢી નાખવામાં આવ્યાં હતાં. મમીનો સીટી સ્કેન કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે મહિલા મૃત્યુ પામી ત્યારે તેના પેટમાં ભ્રૂણ વિકાસ પામી રહ્યો હતો. 2000 વર્ષ બાદ ભ્રૂણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. એની પર દેખાડવામાં આવેલ શોમાં કહેવામાં આવ્યું છે કે ભ્રુણ સદીઓથી મમીના પેટની અંદર બોગ બોડીઝની માફક સુરક્ષિત છે.

 

(7:25 pm IST)