Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

ઓએમજી....ચીને બનાવ્યો બરફ પર ચાલતો રોબોટ

 

નવી દિલ્હી: ચીને હવે સ્નો સ્કીઈંગ રોબોટ બનાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. ચીનના શેનયાંગના એક વીડિયોમાં જોવા મળે છે કે રોબોટ સર્પાકાર માર્ગ પર ઝડપથી દોડી રહ્યો છે. ચીનનો દાવો છે કે રોબોટ ભવિષ્યમાં 5G ટેક્નોલોજીથી સજ્જ હશે અને તે સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી શકશે તેમજ બરફથી ભરેલા પહાડો પર રાહત અને બચાવ કાર્ય કરી શકશે. રોબોટ ચીનની શંઘાઈ જિયાઓ ટોંગ યુનિવર્સિટીએ વિકસાવ્યો છે. રોબોટ સ્કાયરની ટેક્નોલોજીને સમજવાની ક્ષમતાથી સજ્જ છે. તે મનુષ્યની સ્કી કરવાની રીતનું અનુકરણ કરી શકે છે. રોબોટ દરેક સ્કી પર એક પગથી ચાલે છે. તેની પકડ મજબૂત કરવા માટે સ્કી પોલ પણ લગાવવામાં આવ્યા હતા. ચીનની ટીમે પણ પોતાના રોબોટનું પ્રદર્શન કર્યું છે. રોબોટ ભીડ અને ઢોળાવ પર સરળતાથી સ્કી કરી શકે છે. તેમાં રહેલા સાધનો તેને અથડામણથી બચાવવામાં મદદ કરે છે. રોબોટ 18 ડિગ્રીના ઢાળ પર 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે સ્કીઇંગ કરતો જોવા મળ્યો હતો. સંશોધકોનો દાવો છે કે રોબોટ આવનારા સમયમાં સ્કીઇંગ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. તે પર્વતીય વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ કરી શકશે. સંશોધકોએ કહ્યું, ' રોબોટે દોડવાનું, ચાલવાનું, રસ્તો બનાવવાનું અને માણસો સાથે સંપર્ક કરવાનું કામ પૂરું કર્યું.'

 

(7:23 pm IST)