Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

અમેરિકાના કેલિફોર્નિયાની યુનિવર્સીટીએ હિંદુ સહીત જૈન ધર્મ માટે કાયમી વિભાગ શરૂ કર્યો

નવી દિલ્હી: અમેરિકાની કેલિફોર્નિયા રાજ્યની ફ્રેસ્નો યુનિવર્સિટીએ હિંદુ અને જૈન ધર્મ માટે કાયમી વિભાગ શરૂ કર્યા છે જે ધાર્મિક શિક્ષણ કાર્યક્રમનો અંતરંગ ભાગ બની રહેશે. આ વિભાગ શરૂ કરવા માટે બે ડઝન જેટલા ભારતીય મૂળના અમેરિકન કુટુંબે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. કોલેજ ઑફ આર્ટસ ઍન્ડ હ્યુમાનિટીના ફિલોસોફી વિભાગમાં હિંદુ અને જૈન ધર્મના અભ્યાસનો સમાવેશ કરવામાં આવશે. 2021માં હિંદુ અને જૈન બંને ધર્મની પરંપરાના જાણકાર પ્રોફેસરની નિમણૂક કરવામાં આવશે.

        યુનિવર્સિટીની જાહેરાતમાં જણાવાયું હતું કે હિંદુ તથા જૈન સમાજ સાથે કેલિફોર્નિયા રાજ્યની ફ્રેસ્નો યુનિવર્સિટીની ભાગીદારીથી શરૂ કરાયેલા આ વિભાગ દ્વારા હાલના અને ભવિષ્યના વિદ્યાર્થીઓને બંને ધર્મમાં જણાવાયેલ અહિંસા, ધર્મ, ન્યાય, ફિલોસોફી, દરેકનું એકબીજા સાથેનું જોડાણ અને હિંદુ-જૈન શાસ્ત્રો દ્વારા પયર્વિરણની જાળવણી, માન્યતા અને પરંપરા વિશેનું જ્ઞાન આપવામાં આવશે.

(5:21 pm IST)