Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

સ્માર્ટફોનથી પણ સસ્તામાં વેચાય છે પાકિસ્તાનના આ વિસ્તારમાં બંદૂક

નવી દિલ્હી: એક તરફ સમગ્ર દુનિયા પોતાની હથેળીઓમાં સ્માર્ટફોન લઈને ઘૂમી રહી છે ત્યારે બીજી બાજુ પાકિસ્તાનનું એક બજાર સ્માર્ટફોન કરતાં સસ્તા ભાવમાં ક્લાસનિકોવ બંદુક બનાવીને વેચાણ કરી રહ્યું છે. એક સ્ક્રેપ મેટલ બજાર છે જ્યાં મોટી સંખ્યામાં પ્રકારની બંદુકો બનાવવામાં આવી રહી છે.પાકિસ્તાનમાં ડેરા અદમખેલ નામનો એક કસબો આવેલો છે. કસબો પેશાવરથી દક્ષિણે ૩૬ કિલોમીટર દુર છે. સ્થળને ગુનાખોરીનું એક કેન્દ્ર માનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી ડેરા અદમખેલ ગેરકાયદેસર કારનામાઓ માટે બદનામ થઇ ગયું છે. અહી અનેક પ્રકારની ગુનાખોરી આકાર લઇ રહી છે.થોડા વર્ષો પછી ડેરા અદમખેલમાં તાલીબાનોએ પોતાના કબજો જમાવી લીધો હતો. વર્ષ 2009 માં પોલિશ એન્જીનીયરનું માથું કાપીને હત્યા કરવાની ઘટના પછી જગ્યા ફરીથી દુનિયાની નજરે ચડી હતી. ખિતાબ ગુલના જણાવ્યા મુજબ નવજ શરીફ સરકારે હવે દરેક સ્થળોએ ચેક પોઈન્ટ બનાવી દીધા છે તેના કારણે વ્યવસાય ઠપ્પ થઇ ગયો છે.ડેરામાં ગુલને નકલી તુર્કીશ અને બલ્ગેરિયાની પ્રખ્યાત એમપી- સબમશીન ગન બનાવવા માટે જાણીતા છે. જે એકદમ અસલ જેવી આબેહુબ લાગે છે. પ્રકારની બન્દુકોને અમેરિકાની FBI સ્વાટ ટીમ ઉપયોગ કરે છે. ગુલે બનાવેલી બંદુકો ફક્ત સાત હજાર રૂપિયામાં લોકોને એક વર્ષની ગેરંટી સાથે મળે છે.

(6:39 pm IST)