Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

જો કાનમાં દુખાવો થતો હોય તો એ રેર કેન્સરનું લક્ષણ પણ હોઇ શકે છે

નવી દિલ્હી તા. રપઃ કાનનું કેન્સર બહુ જૂજ જોવા મળે છે. આ પ્રકારનું કેન્સર કાનના બહારના ભાગની ત્વચામાં શરૂ થાય છે. જોકે એને કારણે કાનના ઇનર, મિડલ અને આઉટર એમ ત્રણમાંથી કોઇપણ ભાગને માઠી અસર થઇ શકે છે. આમ તો કાનમાં ટયુમર કઇ જગ્યાએ અને કેવડી છે એના આધારે એનાં લક્ષણો નિશ્ચિત થાય છે, પરંતુ અંદરના કાનમાં થતા અસામાન્ય ગ્રોથની ખબર બહુ મોડેથી થાય છે, બહારના ભાગમાં કાનનું કેન્સર થાય ત્યારે બહાર જોઇ શકાય એવા પિન્ક સ્પોટ્સ હોય છે. આ સ્પોટ કે ગાંઠ ચાર વીકમાં ન મટે તો એ ગંભીર લક્ષણ હોઇ શકે છે. કાનના મધ્ય ભાગમાં કેન્સરની શરૂઆત હોય તો એનાથી શ્રવણક્ષમતામાં ઘટાડો અને કાનમાં દુખાવો થાય છે; જયારે કાનના એકદમ અંદરના ભાગમાં કેન્સરનો ગ્રોથ થતો હોય તો માથાનો દુખાવો થવો, સાંભળવાની ક્ષમતા ઘટવી, ઘંટડીઓ સંભળાવી અને ચક્કર આવવાં જેવાં લક્ષણો હોય છે. કાનમાં થતા દુખાવાને કે એની બહારની ત્વચામાં આવતા બદલાવને હળવાશથી ન લેવો જોઇએ એવું બ્રિટિશ નિષ્ણાતોનું કહેવું છે.

(3:35 pm IST)