Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

મોંની સ્વચ્છતા બરાબર ન રાખો તો ઘડપણમાં નબળાઇ ખૂબ આવી જાય

નવી દિલ્હી તા. રપઃ કેટલાક લોકો સિત્તેર વર્ષની વયે પણ તાકતવર અને તાજગીસભર હોય છે, જયારે કેટલાક લોકો ૬૦થી ૬પનો આંકડો પાર કરતાં જ શરીરથી સાવ ઢીલા પડી જાય છે. પાછલી વયે જો શરીર નળબું પડી જાય એવું ન ઇચ્છતા હો તો દાંત અને પેઢાંનું ધ્યાન રાખવું જરૂરી છે. અમેરિકન જેરિયાટ્રિકસ સોસાયટીની જર્નલમાં છપાયેલા અભ્યાસ મુજબ ઓરલ હેલ્થ ખરાબ રહેતી હોય એવા લોકો પાછલી વયે જલદી નબળા પડી જાય છે. ઓરલ હેલ્થ સારી ન હોય તો દાંત અને પેઢાં નબળાં પડે છે એને કારણે દાંત અને દાઢ વહેલા પડી જાય, મોંમાં ડ્રાયનેસ આવી જાય, વધુ ચાંદાં પડે, લાળ ઓછી ઝરે એવી સમસ્યાઓ થઇ શકે છે. ઓરલ અસ્વચ્છતા હોય એવા લોકોનાં પેઢાંમાં ઇન્ફેકશન્સ વધુ થાય છે. આ બધાને કારણે પાચનની સમસ્યા વધે છે અને શરીરમાં નબળાઇ જલદી આવે છે.

(3:30 pm IST)