Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

બે મોઢાળી બિલાડીને છે ત્રણ આંખો, બે નાક અને બે મોં

સીડની તા. રપઃ ઓસ્ટ્રેલિયામાં જન્મેલી એક બિલાડી હજી બાર દિવસની જ છે અને ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે. એનું કારણ છે એનો અનોખો લુક, બેટી બી નામની આ બિલાડીને બે મોં છે. જોકે એ બન્ને મોં એકબીજાથી સાવ જ જુદાં નથી પડતાં એને કારણે એના ચહેરા પર ત્રણ આંખો છે, બે અલગ નાક છે અને બે મોં છે. ૧ર ડિસેમ્બરે જન્મેલી આ બિલાડીનો ચહેરો ખામીયુકત હોવા છતાં એને દેખીતી બીજી કોઇ તકલીફ નથી. એ બન્ને મોંએ ખાવાનું ખાય છે. શરૂઆતમાં પ્રાણીઓના ડોકટરે આ બિલાડીને મારી નાખવાની સલાહ આપેલી, પરંતુ થોડા જ દિવસમાં બિલ્લીબહેન જે રીતે ઉછળકૂદ કરીને લોકોનું મનોરંજન કરે છે એ જોતાં એને કશું થાય એમ નથી.

(3:22 pm IST)