Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ચીનના શિનજિયાંગ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી 10 લોકોના મૃત્યુની માહિતી

નવી દિલ્હી: પશ્ચિમોત્તર ચીનના શિનજિયાંગ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી 10 લોકોના મોત નીપજ્યા જ્યારે નવ અન્ય લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. શિનજિયાંગની રાજધાની ઉરુમચીમાં સ્થિત 21 માળના એપાર્ટમેન્ટમાં ગુરૂવારે આગ લાગી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવામાં 3 કલાકનો સમય લાગ્યો. સ્થાનિક સરકારે જણાવ્યુ કે આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા કોઈ વ્યક્તિના જીવને જોખમ નથી અને આગ લાગવાનું કારણ શોધવામાં આવી રહ્યુ છે. અમુક દિવસ પહેલા મધ્ય ચીનની એક વાણિજ્ય અને વેપાર કંપનીમાં આગ લાગવાથી 38 લોકોના મોત નીપજ્યા હતા. આ મામલે ચાર લોકોની ધરપકડ કરાઈ છે. ચીનમાં જૂતા થતા મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુરક્ષાની ખરાબ વ્યવસ્થા અને અમુક મામલે સરકાર દ્વારા ભ્રષ્ટાચારના કારણે ઈમારતોમાં આગ લાગવાની ઘટનાઓ ઘણી સામાન્ય થઈ ગઈ છે. બીજી તરફ ચીનમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખતા લોકડાઉનનો સમય વધારી દેવાયો છે. ચીનમાં દરરોજ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે.

(6:19 pm IST)