Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

એલિયન બનવાની ચાહમાં આ શખ્સે કરી નાખી પોતાના ચહેરાની આવી હાલત

નવી દિલ્હી:ફ્રાન્સના  એક શખ્સે એલિયન બનવા માટે  પોતાના આખા શરીરને બદલી નાખ્યું છે.  તાજેતરમાંજ  આ શખ્સે પોતાના હાથની  આંગળીઓ  પણ કપાવી  નાખી છે. આ શખ્સ આ પહેલા તેના  નાક અને હોઠ ઉપર પણ કાપા મુકાવી  ચુક્યો છે આ  શખ્સના ચહેરાની ફોટો હાલમાં  સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહી છે.આ શખ્સની ઈચ્છા બ્લેક  એલિયન બનાવ માંગતો હતો. ફ્રાન્સમાં રહેતા  આ શખ્સનું નામ એન્થની  લોફરેડો છે. રિપોર્ટ અનુસાર આ શખ્સે તાજેતરમાંજ પોતાના ઇન્સટ્રાગ્રામ  એકાઉન્ટ  પર  ફોટો  શેર કર્યા છે.જેમાં તે પોતાની આંગળી કપાવતો નજરે પડી  રહ્યો  છે. આ સિવાય તેમને  પોતાના શરીર પર પણ  ટેટુ  કરાવી દીધા  છે.

(6:07 pm IST)