Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

ઇઝરાયલે 15 ફિલીસ્તીનીઓની ધરપકડ કરી

નવી દિલ્હી: ઇઝરાયલી સુરક્ષાબળો અને ઇઝરાયલી સુરક્ષા એજન્સીના અધિકારીઓએ ગઈકાલે વેસ્ટ બેંકમાં ચલાવવામાં આવેલ અભિયાનમાં 15 ફિલીસ્તીનીઓની ધરપકડ કરવામાં આવી છે ઇઝરાયલના રક્ષાબળોએ સોમવારના રોજ વાતની માહિતી આપી છે ઇઝરાયલી સુરક્ષાબળો,ઇઝરાયલી સુરક્ષા એજન્સીના અધિકારીઓ તેમજ ઇઝરાયલી સીમા પોલીસ અને પોલીસ દ્વારા ગઈ કાલના રાતે વેસ્ટ બેંકમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું

                    અભિયાનમાં શંકાસ્પદ લોકોને પુછપરછ માટે બીજા સ્થાન પર ખસેડવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે  ઉલ્લેખનીય છે કે  ઇઝરાયલી સેનાએ નિયમિત રૂપથી વાંછિત ફિલીસ્તીનીઓની શોધમાં હતા અને દરમ્યાન તેમને વેસ્ટ બેંકમાં તપાસ હાથ ધરી હતી.

(5:51 pm IST)