Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

સીરિયામાં બોંબ વિસ્ફોટની ઘટનામાં પાંચ બાળકોના મૃત્યુથી અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી:સીરિયામાં ડીએર અલ જોર પ્રાંતના એક શાળામાં બારુદી સુરંગ વિસ્ફોટ થવાના કારણોસર ઓછામાં ઓછા પાંચ બાળકોના મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી છે. સીરિયામાં માનવ અધિકારી સંગઠને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ રવિવારના માયાદીન શહેરના તૈબાહ  ગામમાં લંબન સીના શાળાની નજીક થયો હતો.

                 મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મ્રુતકઆંક હજુ પણ વધવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. માયાદીન શહેરના ઇસ્લામિક સ્ટેટના કબ્જાથી છોડાવવા માટે સીરિયામાં વિસ્ફોટક હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અત્યારસુધીમાં 213 લોકોના મૃત્યુ થયાછે.

(5:48 pm IST)