Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

૨ ફુટની હાઇટવાળા વરરાજાને મળી ૬ ફુટની સુંદર પત્નીઃ

પાકિસ્તાનના ૨ ફૂટની હાઈટ ધરાવતા બુરહાન ચિશ્તીના લગ્નનો વિડીયો આજકાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયો તેમના લગ્નનો છે, તેઓ એક પંજાબી ગીત પર જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા અને સાથે તેમની ૬ ફૂટની સુંદર પત્ની પણ જોવા મળી રહી છે. બુરહાન ચિશ્તી નોર્વેમાં રહે છે. બુરહાન ચિશ્તીને લોકો બોબોના નામથી ઓળખે છે, તેઓને બાળપણમાં પોલિયો થયો હતો અને ત્યારથી તેઓ વ્હીલચેરમાં તેમનું જીવન વ્યતીત કરી રહ્યા છે. પણ, તેઓ ખુશીથી તેમનું જીવન પસાર કરી રહ્યા છે. બુરહાન ચિશ્તી જે પણ સેલિબ્રેશન કરે તેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કરે છે. બુરહાન ચિશ્તી નોર્વેમાં રહે છે, તેમનો ડાન્સ વિડીયો વાઈરલ થઈ રહ્યો છે. તેઓ વ્હીલચેરમાં બેઠા-બેઠા સેલ્ફી લેતા જોવા મળ્યા. તેમના લગ્નના રિસેપ્શનમાં વિવિધ દેશના લોકો આવ્યા હતા. બુરહાન ચિશ્તીની સાથે લગ્ન કરનાર યુવતી પાકિસ્તાનના પંજાબ પ્રાંતની રહેવાસી છે. બુરહાન ચિશ્તી જયારે પણ કોઈ સેલેબ્રિટીને મળે ત્યારે તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કરે છે.

(3:22 pm IST)