Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

જાપાનના સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટરે ફેસશીલ્ડની ક્ષમતાને નાપાસ કરી

નવી દિલ્હી: વિશ્વમાં કોરોના સંક્રમણ સામે અનેક લોકો માસ્ક ઉપરાંત ફેસશીલ્ડનો ઉપયોગ કરે છે અને પ્લાસ્ટીકનો આ ફેસશીલ્ડ ખાસ કરીને હોટલ, એરલાઈન સહિતના જાહેરસ્થળોએ વધુ જોવા મળે છે પરંતુ જાપાનમાં દુનિયાના સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટરમાં આ ફેસશીલ્ડની ક્ષમતા તથા તેની સાથે સંકળાયેલા કેસનો ડેટા આપવામાં આવ્યો હતો અને ફેસશીલ્ડ એ સુપર કોમ્પ્યુટરની પરીક્ષામાં નાપાસ થયું છે. ખાસ કરીને લોકો જ્યારે ખાસે કે છીંક ખાય છે તો માસ્ક એ સંક્રમણને ફેલાતા રોકે છે પરંતુ ફેસશીલ્ડથી તે સ્થિતિ કારગત બનતી નથી અને એક છીંક સમયે 50થી વધુ માઈક્રોમીટરવાળા હજારો બુંદ હવામાં તરવા લાગે છે. અગાઉ બ્રિટન અને સ્વીત્ઝરલેન્ડમાં પણ પ્લાસ્ટીક ફેસશીલ્ડ સામે પ્રશ્નો ઉભા થયા હતાં.

(6:04 pm IST)