Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ફુટબોલના બે મેદાન જેટલું જાયન્ટ પેઇન્ટિંગ

આર્ટિસ્ટે આ નમૂનો લોકોમાં માનવતાનો સંદેશો ફેલાવવા માટે રચ્યો છે

દુબઈની એક હોટેલમાં બ્રિટિશ કન્ટેમ્પરરી આર્ટિસ્ટ સચા જાફરીએ લોકડાઉનના ઘણા મહિનાઓ ગાળ્યા હતા. એ દરમ્યાન તેમણે એ હોટેલની બહારના બે ફુટબોલ ગ્રાઉન્ડની સાઇઝના મેદાનમાં જાયન્ટ સાઇઝનું પેઇન્ટિંગ કર્યું છે. આર્ટિસ્ટે આ નમૂનો લોકોમાં માનવતાનો સંદેશો ફેલાવવા માટે રચ્યો છે. આ પેઇન્ટિંગ દ્વારા ૩૦ મિલ્યન ડોલરનું ફન્ડ જનરેટ થાય એવી આશા સેવાઈ રહી છે. એમાંથી ભેગું થયેલું ભંડોળ ગરીબ બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ માટે વાપરવામાં આવશે.

(2:35 pm IST)