Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

પીઓકેમાં ભૂકંપના જટકાના કારણે તબાહી મચી જવા પામી: મ્રુતકઆંક વધીને 37એ પહોંચ્યો:500થી વધુ લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં ભૂકંપના ઝાટકાના કારણોસર ભારે તબાહી મચી જવા પામી છે ભૂકંપના જટકાના કારણે મ્રુતકઆંક વધીને 37એ પહોંચી ગયો છે તેમજ 500થી વધારે લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.મંગળવારના રોજ આવેલ ભૂકંપના જટકાના કારણે તેમની તીવ્રતા 5.8ની આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર જેલમના ઉત્તરમાં લગભગ 20 કિલોમીટર દૂર કાશ્મીરના મીરપુરમાં હતું।

                    ભૂકંપના કારણોસર મીરપુરના નજીક રસ્તા સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ગયા છે. ભૂકંપના દરમ્યાન પુલ પર ચાલી રહેલ વાહન પણ પલટાઈ ગયા હતા મોબાઈલ ફોનના ટાવર અને વીજળી પણ ગુલ થઇ ગઈ હતી જેના કારણે લોકોને ખુબજ હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે.

(7:28 pm IST)