Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

વિશ્વના પારિવારિક બિઝનેસ ધરાવતા દેશોમાં ભારત ત્રીજા ક્રમે

નવી દિલ્હી તા. રપઃ સૌથી વધુ પારિવારિક બિઝનેસ ધરાવતા દેશોમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. ભારતમાં પારિવારિક બિઝનેસ ધરાવતી કુલ ૧૧૧ કંપનીઓ ૮૩૯ અબજ અમેરિકી ડોલર (અંદાજે ૬૧,૧૧પ અબજ રૂપિયા)નું માર્કેટ કેપિલાઇઝેશન ધરાવે છે. પરિવારનો બિઝનેસ ધરાવતી કંપનીઓમાં ચીન ૧પ૯ કંપનીઓ સાથે પહેલા ક્રમે જયારે ૧ર૧ કંપનીઓ સાથે અમેરિકા બીજા ક્રમે છે.

જપાન સિવાયના એશિયન દેશોની યાદીમાં પારિવારિક બિઝનેસ ધરાવતા દેશોમાં ચીન, ભારત અને હોન્ગકોન્ગ અગ્રક્રમે છે. આ ત્રણ દેશોની મળીને ર.૮પ ટ્રિલ્યન અમેરિકી ડોલર (અંદાજે ર૦૭.૬૦ ટ્રિલ્યન રૂપિયા) ના માર્કેટ કેપિટલાઇઝેશન કે પછી ૭૧ ટકા બજાર હિસ્સા સાથે લગભગ ૬પ ટકા કંપનીઓ પારિવારિક બિઝનેસ સાથે સંકળાયેલી છે.જપાન સિવાયના એશિયન દેશોની યાદીમાં ૪૩ કંપનીઓ અને ૪૩૪.૧ અબજના માર્કેટ કેપિટલાઇઝેશન (અંદાજે ૩૧૬ર૧ અબજ રૂપિયા) સાથે કોરિયા ચોથા ક્રમે છે જયારે ર૬ કંપનીઓ સાથે ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપીન્સ અને થાઇલેન્ડ ત્યારબાદના ક્રમે આવે છે.

(3:47 pm IST)