Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

પાકિસ્તાને ફરી થયું બેનકાબ, મુહાજિર અને અન્ય નાના વર્ગો પર કરી રહ્યું છે ભયાનક અત્યાચાર : મુતાહિદા કૌમિ આંદોલનની સેન્ટ્રલ કોઓર્ડિનેશન કમિટીએ વિશ્વ સમક્ષ પાક. ની નાપાક પોલ છત્તી કરી

લંડન : જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સતત માનવ જુલમના જુઠ્ઠાણા ફેલાવી રહ્યું છે, પરંતુ તેનાથી વિપરીત, તે પોતે કરાચી અને સિંધ પ્રાંતના ઘણા શહેરોમાં લોકો પર અત્યાચાર કરી રહ્યું છે. મુતાહિદા કૌમિ આંદોલનની સેન્ટ્રલ કોઓર્ડિનેશન કમિટીએ આ વાત કહી હતી. એક સમયે કરાચીમાં મોટા રાજકીય પ્રભાવવાળું  એમ.કયું.એમ.  પર પાકિસ્તાનની સરકારની એવી ગાજ પડી કે આ સંગઠનના મોટા નેતાઓ પણ દેશ છોડીને બ્રિટન અને અન્ય દેશોમાં વસવાટ રહ્યા છે.

સમિતિએ કહ્યું કે, પાકિસ્તાનમાં નિર્દોષ મુજહીર લોકો, બલોચ, પખ્તુનો, સિંધીઓ અને અન્ય નાના વર્ગના લોકો પર જે પ્રકારનો જુલમ થી રહ્યો છે તે બાકીના વિશ્વ માટે અકલ્પ્નીય છે. પાકિસ્તાનમાં આ વર્ગોના લોકોને જુલમની પરાકાષ્ઠાનો સામનો કરવો પડી રહ્યો છે. કરાચી અને અન્ય શહેરોમાં, આ બધું પાકિસ્તાની સૈન્ય અને અર્ધ સૈન્ય દળો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ મંતવ્યો કોઓર્ડીનેશનના નાયબ કન્વીનર કાસિમ અલી રાજાએ વ્યક્ત કર્યા છે અને આ સમિતિના મુસ્તફા અઝીઝબાદિ, મંઝૂર અહેમદ અને અરશદ હુસેનનો સમાવેશ થાય છે. રાજાએ કહ્યું, પાકિસ્તાનની દુષ્ટ સેનાએ હજારો નિર્દોષ લોકોનો નરસંહાર કર્યો છે. બધા લોકોને તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યા હતા અને તેઓ જાણતા નથી કે તેઓ હવે ક્યાં છે. પાકિસ્તાનમાં કોઈ પણ સરકારી સંસ્થા આ મુજહિર અને અન્ય વર્ગના લોકો સાથે થઈ રહેલા અત્યાચારોની ફરિયાદ સાંભળવા તૈયાર નથી. એમ.કયું.એમ.એ. વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોને પાકિસ્તાનમાં અત્યાચાર, નરસંહાર અને અન્યાય મુક્તિમાં મદદ કરવા અનુરોધ કર્યો છે. સમિતિએ કહ્યું કે, આ અત્યાચારથી છૂટકારો મેળવવાનો એક રસ્તો એ પણ છે કે તમામ પીડિત વર્ગો એક થઈને પાકિસ્તાનથી અલગ થવાની લડતનું મંડાણ કરે.

બલોચ સંગઠનોની હિંસાની ધમકીને પગલે બલુચિસ્તાન પ્રાંતના રેલ્વે સ્ટેશનો અને ત્યાંથી પસાર થતી ટ્રેનો પરખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ક્વેટા સ્ટેશનની સુરક્ષામાં મોટી સંખ્યામાં સુરક્ષા દળ ગોઠવવામાં આવ્યા છે અને મુસાફરો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

(11:55 pm IST)
  • જુનાગઢમાં વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખની થોડા દિવસ પહેલા થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો : લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે એક આરોપીની કરી ધરપકડ : પૂછપરજ ચાલુ access_time 9:27 pm IST

  • અમદાવાદ : ઇસનપુરમાં પંકજ પાટીલ નામના યુવાનને પેટ્રોલ છાંટીને જીવતો સળગાવ્યો : અમરસિંગ અને નરેશ કકોળી નામના બે યુવકોએ આચર્યું નરાધમ કૃત્ય : હોસ્પીટલમાં સળગાવવામાં આવેલ યુવકની હાલત ગંભીર : સ્કુટરમાંથી પેટ્રોલ કાઢવાની નાં પાડતા નરાધમોએ પંકજ પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધો : બન્ને આરોપીયોને ઝડપી પાડવા પોલીસે કર્યા ચક્રો ગતિમાન access_time 8:46 pm IST

  • પ્રધાનમંત્રી મોદીની બહેરિનની મુલાકાત સમયે બહેરિનની જેલમાં કેદ 250 ભારતીયોની સજા કરાઈ માફ : દયા અને માનવતા દાખવવા બદલ બહેરિન સરકારનો પ્રધાનમંત્રી મોદીએ માન્યો આભાર : સરકારી આંકડા મુજબ વિદેશની વિવિધ જેલમાં 8,189 ભારતીય ભોગવી રહ્યાં છે જેલની સજા access_time 3:51 pm IST