Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

ઘરમાં ધ્રુમપાન કરશો તો થશે છ વર્ષની સજા :થાઈલેન્ડમાં નવો કાયદો લાગુ

જો કુટુંબના સભ્યની સેકન્ડ કે થર્ડ હેન્ડ સ્મોકને તબીયત ખરાબ થાય તો ધૂમ્રપાન કરનાર સામે કેસ દાખલ થશે

થાઇલેન્ડમાં એક નવો કાયદો લાગૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જો કોઈ વ્યક્તિ તેના ઘરે ધૂમ્રપાન કરતો પકડાય છે, તો તેને છ વર્ષની સજા થશે. ઉપરાંત, તેણે થોડો દંડ ભરવો પડશે. તે વ્યક્તિ પર ધૂમ્રપાનનો કેસ પણ ચાલશે.

ડબ્લ્યુએચઓના એક અહેવાલ મુજબ દર વર્ષે ધૂમ્રપાનને કારણે 6 લાખ લોકો મરે છે. આમાંથી 60 ટકા ફક્ત બાળકો હોય છે, જે સિગારેટ અને સિગારના ધૂમાડાને કારણે પોતાનો જીવ ગુમાવે છે. ખરેખર, થાઇલેન્ડની સરકારે ઘરમાં હાજર બાળકો અને પરિવારના લોકોના આરોગ્યની સંભાળ રાખવા માટે આ નિર્ણય લીધો હતો. આ કાયદો બુધવારથી કુટુંબ સંરક્ષણ અને વિકાસ પ્રમોશન એક્ટ હેઠળ લાગુ કરવામાં આવ્યો છે.

બેંગકોકમાં આયોજિત તમાકુ અને લંગ હેલ્થ કોન્ફરન્સમાં મહિલા બાબતો અને કુટુંબ વિકાસના વડા લેર્ટપાન્યા બુરાનાબંડિત કહે છે કે જો કુટુંબના સભ્યની સેકન્ડ કે થર્ડ હેન્ડ સ્મોકને તબીયત ખરાબ થાય છે તો ધૂમ્રપાન કરનાર સામે કેસ દાખલ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ધૂમ્રપાનના આ કેસો ક્રિમિનલ કોર્ટ અને સેન્ટ્રલ જુવેનાઇલ અને ફેમિલી કોર્ટમાં જોવામાં આવશે.

વિશેષજ્ઞોનું મનાવું છેકે, ધૂમ્રપાનની લત ઈમોશનલ અને ફિઝીકલ વૉયલેન્સનું કારણ બને છે. એક સર્વેમાં પણ સામે આવ્યુ છેકે, 49 લાખ ઘરોમાં કોઈ સિગરેટ પીવે છે, તો 10.3 લાખ લોકોને પરિવારમાં રહેલાં સ્મોકરને કારણે આગળ ચાલીને ધૂમ્રપાનની લત લાગી જાય છે.

(1:23 pm IST)