Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

ગ્રહો સાથે પણ હવે સેલ્ફી લઇ શકાશે

લંડન તા ૨૫ : સ્પિટ્ઝર સ્પેસ ટેલિસ્કોપના લોન્ચિંગને ૧૫ વર્ષ પુરાં થયાં એની ઉજવણી સ્વરૂપે નાસાએ બે વર્ચ્યુઅલ રિયલિટી એપ લોન્ચ કરી છે. યુઝર્સ ના એપ વડે બ્રહ્માંડનાં નયરમ્ય દશ્યો સાથેતેમ જ સોૈરમ૦ડળની બહારના જવા શોધાયેલા સોૈરમંડળના પૃથ્વીના કદના સાત ગ્રહોસાથે સેલ્ફી લઇ શકે છે. સ્પિટ્ઝરના અદ્ભુત અવકાશ સંશોધન અનેઇમેજિસ આ નવી પ્રોડકટસમાં મુખ્ય આકર્ષણ છે. નવી સેલફી એપથી કાલ્પનિક સ્પેસ-સૂટમાં, નિહારીકા વચ્ચે, સપ્તર્ષિના સમુહ કે આકાશગંગાની મધ્યમાં વિશ્વનાભવ્ય સ્થળો સામે પોઝ આપતા હો એ રીતના ફોટો પડાવી શકશો. ફોટોની પાછળ એની માહીતી પણ આ એપ પૂરી પાડશે. હાલમા ંસ્પિટ્ઝર ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી ૩૦ આકર્ષક તસવીરો આ એપમાં સગ્રહાઇ છેે. એ તસ્વીરોમાંથી કોઇ પણ પસંદ કરીને એની સાથે સેલ્ફી લઇ શકાશે. ટૂંક સમયમાં માણસની અવકાશયાત્રાના મિશન્સ સહિત વિજ્ઞાન વિશેની વધુતસવીરો પણ ઉમેરવામાં આવશે. આ એપના યુઝર્સ આકાશના અંધકાર અને તારાના દુરના ઝાંખા પ્રકાશથી ઘેરાયેલા સાતમાંથી પાંચ ગ્રહોની સાથે સેેલ્ફી  લીધા છે. ... એપ સ્પિટ્ઝર મિશન વેબસાઇટ પરથી ઓકયુલસ અને વાઇવ પરથી મળી શકશે તેમ જ ટૂંક સમયમાં ઓકયુલસ સ્ટોર પરથી પણ મળી શકશે. (૩.૧૧)

(3:30 pm IST)