Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

ઘરમાં માતૃભાષા બોલનારાં બાળકો બુદ્ધિશાળી હોય

લંડન તા.૨૫: વિદેશમાં રહેનારાં જે બાળકો ઘરમાં પોતાની માતૃભાષામાં અને સ્કૂલમાં તેમ જ બહાર બીજી ભાષા બોલતા હોય છે તેઓ વધુ બુદ્ધિશાળી હોવાનું એક અભ્યાસમાં જણાયું છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ રીડિંગના સંશોધનકારોએ આ અભ્યાસ માટે બ્રિટનમાં રહેતા ટર્કીના સાતથી અગિયાર વર્ષની વયનાં ૧૦૦ બાળકોનો સમાવેશ કર્યો હતો. તેમનો મુકાબલો એવાં બાળકો સાથે કરવામાં આવ્યો હતો જેઓ માત્ર અંગ્રેજી ભાષા બોલતાં હતાં. યુનિવર્સિટી ઓફ રીડિંગના અસોસિએટ ડોકટર માઇકલ ડેલરે જણાવ્યા મુજબ નાની વયમાં બાળકોમાં માતૃભાષાના સિદ્ધાંતો વિકસાવવા સરળ હોય છે. ત્યાર બાદ તેઓ કોઇ અન્ય ભાષાના શબ્દો સરળતાથી શીખી શકે છે. જો શરૂમાં જ  તેમને અજાણી ભાષામાં કોઇ ચીજ શીખવવામાં આવે તો એ તેમના માટે સમજવું મુશ્કેલ હોય છે. બાળકના વાલીઓ તેને ઘરમાં જ માતૃભાષા બોલવા પ્રોત્સાહિત કરી નવી ચીજો શીખવીને તેમની બુદ્ધિમત્તા વિકસાવી શકે છે.(૧.૧૩)

(3:28 pm IST)