Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

લીમડાના તેલ દ્વારા વાળની અનેક સમસ્યાઓનું નિરાકરણ

લીમડાના ઔષધીય ગુણો વિશે બધા જાણે જ છે. ઘણી શારીરિક સમસ્યાઓના નિવારણ માટે લોકો લીમડાનો લેપ લગાવે છે. જ્યારે તેનું તેલ પણ સૌંદર્ય અને શરીર માટે એટલુ જ ફાયદાકારક હોય છે. તો જાણો લીમડાના તેલના ફાયદા વિશે.

લીમડાનું તેલ વાળ માટે ફાયદાકારક છે. તેનાથી વાળ ચમકદાર અને સ્વસ્થ બને છે. ઉપરાંત ફાટેલા અને બેજાન વાળ, ખોળો જેવી અનેક સમસ્યા પણ દૂર થાય છે. તેના માટે નિયમીત લીમડાના તેલનો ઉપયોગ કરવો.

જ્યારે આંખોની સમસ્યા જેવી કે મોતિયો અને રતાંધળાપણુ થતા લીમડાના તેલને આંખમાં આંજળની જેમ લગાવો.

જે લોકોને શ્વાસ લેવામાં સમસ્યા થાય છે અથવા તેને અસ્થમાની સમસ્યા છે તો તેને લીમડાના તેલની ભાપ લેવી. તેનાથી ઘણી રાહત મળશે.

પેટ સંબંધી અનેક સમસ્યાઓ જેવી કે પેટમાં જીવાત, કબજીયાત જેવી સમસ્યાઓ દૂર કરવામાં લીમડો ફાયદાકારક છે. પેટની જીવાત દૂર કરવા માટે લીમડાના પાંદડાના રસમાં મધ અને કાળુ મરચુ મિકસ કરી સેવન કરો. લીમડાના ફુલને મસળીને ગરમ પાણીમાં નાખી, ગાળીને પીવુ તેનાથી કબજીયાત દૂર થઈ જશે.

 

(9:32 am IST)