Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

અમેરિકામાં કોરોના પોઝિટિવ મૃતક દર્દીના કાનમાં મળી આવ્યો કોરોના વાયરસ:સંશોધન

નવી દિલ્હી: કોરોના વાયરસ ફેલાવાનું શરૂ થયુ છે ત્યારથી લઈ અત્યાર સુધી કોરોનાનું સ્વરૂપ બદલાતુ રહ્યું છે ત્યારે હવે કોરોના વાયરસ કાન અને તેની પાછળ જોડાયેલા હાડકા પેસ્ટોઈડને સંક્રમીત કરી શકે છે તેવું સામે આવ્યુ છે. આ પ્રકારના બે કેસ અમેરિકામાં જોવા મળ્યા છે. સંશોધકોના જણાવ્યા અનુસાર 3 સંક્રમીતોમાંથી 2 લોકોને કાન અને 1 વ્યક્તિમાં મેસ્ટોઈડમાં કોરોના વાયરસ જોવા મળ્યો હતો.

             અમેરિકાની જાતે હોટીક્ધસ સ્કુલ ઓફ મેડીસીનના સશોધકોનું કહેવું છે કે જે લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યા છે. તેમના કાનની પણ તપાસ થવી જોઈએ. હવે રિસર્ચમાં સાબીત થયું છે કે કોરોના વાયરસ શરીરના અંદરના કોઈપણ ભાગમાં પ્રવેશી શકે છે. તે નાક ગળા અને ફેફસાને સંક્રમીત કરી શકે છે. કાનમાં કોરોનાની હાજરી ચોંકાવનારી છે.

(5:59 pm IST)