Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

અમેરિકાના હ્યુસ્ટનમાં એક હોસ્પિટલમાં 153 કર્મચારીઓએ રસી લેવાની ના કહેતા નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા

નવી દિલ્હી: અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં એક હોસ્પિટલે ઓછામાં ઓછા 153 કર્મચારીઓ સામે કાર્યવાહી કરતા તેમના રાજીનામા આપી દીધા હતા. અથવા તો નોકરીમાંથી કાઢી દીધા હતા. સિન્હુઆ સમાચાર એજન્સીમાં જણાવ્યા પ્રમાણે હ્યુસ્ટન મેથોડિસ્ટમાં 153 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા અથવા તો તેમના રાજીનામા સ્વીકાર કરી લીધા હતા. રિપોર્ટમાં કહેવાયું છે કે એપ્રિલેમાં હ્યુસ્ટન મેથોડિસ્ટે પોતાના કર્મચારીઓને નોકરી બચાવવી રાખવા માટે 7 જૂન સુધી ફરજિયાત વેક્સીન લેવા માટે જાહેરાત કરી હતી. હોસ્પિટલના 24,947 કર્મચારીઓએ રસી લીધી હતી. જ્યારે હોસ્પિટલના 178 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. જે નક્કી કરેલા સમયસીમા અંતર્ગત રસી ન લીધી. રસી લેવા માટે વધુ બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો. હોસ્પિટલના પ્રવક્તા અનુસાર તેમના કર્મચારીઓમાંથી પચ્ચીસ લોકોએ રસી લગાવી હતી. આ મહિનાની શરુઆતમાં એક સંઘીય જિલ્લા અદાલતમાં ન્યાયાધીશે એ તમામ કર્મચારીઓ પૈકી એક દ્વારા કરવામાં આવેલી અરજીને નકારી દીધી હતી. જેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની નીતિ ગેરકાનૂની હતી.

 

(6:26 pm IST)