Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

લોકડાઉનના ત્રણ મહિના પછી ફ્રાંસની રાજધાની પેરિસમાં એફિલ ટાવર ફરીથી ખોલવામાં આવ્યો

નવી દિલ્હી:લોકડાઉનના ત્રણ મહિના પછી ફ્રાંસની રાજધાની પેરિસમાં એફિલ ટાવરને ફરીથી ગુરુવારના રોજ પર્યટકો માટે ખોલવાનો  નિર્ણય કરવામાં આવ્યો છે. દ્રિતીય વિશ્વયુદ્ધ પછી બીજી વાર આટલા લાંબા સમય માટે એફિલ ટાવરને બંધ કરવામાં આવ્યો હતો કોવીડ-19ના કારણોસર ત્રણ મહિનાથી આખી દુનિયામાં લોકડાઉન લાગેલ છે જેના કારણોસર ઘણા દેશોમાં હવે ઢીલ આપવાની શરૂઆત કરવામાં આવી હોવાની માલુમ પડી રહ્યું છે.

              સીમિત સંખ્યાના પર્યટકો સાથે શરૂ કરવામાં આવેલ ટાવરમાં આવનાર 11 વર્ષથી વધારે વયના લોકોએ ફેસ પર માસ્ક લગાવવું અનિવાર્ય રહેશે। સાથો સાથ ટાવરની બીજી મંજીલને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો  છે.અહીંયા આવનાર પર્યટકને લિફ્ટનો ઉપયોગ નહીં કરવા દેવામાં આવે પરંતુ તેમને દાદરા ચઢવાના રહેશે જુલાઈ સુધી લિફ્ટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

(6:18 pm IST)