Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

કેલિફોર્નિયામાં ગેરકાયદે રીતે મેયરના ઘરની બહાર ફટાકડા ફોડવામાં આવતા રાતોરાત નિયમો બદલવામાં આવ્યા

નવી દિલ્હી: ગેરકાયદેસર ફટાકડા પર પ્રતિબંધ છતાં અહીં બહુ જ આતશબાજી થઇ રહી છે. કેલિફોર્નિયા, બ્રુકલિન, બાલ્ટીમોર અને ઓકલેન્ડમાં પણ આ જ હાલત છે. ફરિયાદો છતાં કોઇ નિવેડો ન આવતાં ન્યુયોર્કના લોકોએ શહેરના મેયર બિલ ડી બ્લાસિયોના ઘરની બહાર આખી રાત હોર્ન વગાડ્યા. લોકોએ પોતાની તકલીફો તેમની સાથે શૅર કરતા કહ્યું કે અમે શાંતિથી નથી સૂઇ શકતા તો તમને પણ નહીં સૂવા દઇએ. ત્યાર બાદ મેયરે સવાર થતાં જ કડક નિર્ણયો લીધા. તેમણે 42 જણાની ટાસ્ક ફોર્સ બનાવી, જેમાં 10 પોલીસ અધિકારી, 12 ફાયર માર્શલ અને 20 ઇન્વેસ્ટિગેટર્સ સામેલ છે. આ ટીમ તપાસ ઉપરાંત સ્ટિંગ ઓપરેશનો પણ કરીને એ શોધી કાઢશે કે પ્રતિબંધ છતાં ગેરકાયદે ફટાકડા ક્યાંથી આવે છે, કોણ તેનો વેપાર કરે છે અને સપ્લાયની પદ્ધતિ શું છે? ત્યાર બાદ કસૂરવારો સામે કડક કાર્યવાહી કરાશે.

(6:16 pm IST)