Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

હોટલો-રેસ્ટોરાંનો ધંધો ઠંડો છે ત્યારે જપાનમાં હોન્ટેડ ટૂરિઝમ અને ભૂતિયાં ઘર બન્યાં છે ફેમસ

ટોકીયો,તા.૨૫: જપાનના હોન્ટેડ હાઉસ ટૂર-ઓપરેટરે કોરોના રોગચાળાના માહોલ વચ્ચે નવી હોરર ડ્રાઇવની જાહેરાત કરી છે. જેમને હોરર જોવાનો ખૂબ શોખ હોય તેમને માટે આ વિશિષ્ટ અનુભવ બનવાની બાંયધરી એ ટૂર-ઓપરેટરે આપી છે. રોગચાળાના માહોલમાં જપાનમાં હોટેલો અને રેસ્ટોરાંના બિઝનેસ ઠંડા પડ્યા છે ત્યારે ત્યાં ભૂતીયાં દ્યરોની સહેલગાહ અને હોન્ટેડ હાઉસ ઇવેન્ટ્સનો બિઝનેસ જોરમાં ચાલે છે. સામાન્ય રીતે કોઈ ખાસ દોસ્ત કે નિકટની વ્યકિત ન હોય તો તેને હરકતો દ્વારા ડરાવવાનું જોખમ કોઈ લેતું નથી, પરંતુ જપાનની હોન્ટેડ હાઉસ ડિઝાઇન કંપની કોવાગારા સેતાઈ કંપનીએ હોરર ડ્રાઇવ કે હોન્ટેડ હાઉસ ડ્રાઇવ થ્રૂ એકસ્પીરિયન્સની જાહેરાત કરી છે.

થ્રિલ, એકશન, કોમેડી અને કરુણ દૃશ્યો, કથાઓની માગ મનોરંજન જગતમાં ઘણી છે. પરંતુ હોરરના શોખીનોનું પણ સક્ષમ બજાર છે એવું જપાનના આ ટૂર-ઓપરેટર જણાવે છે. લગભગ ૫૭૦૦ રૂપિયા જેટલી સ્થાનિક ચલણ યેનમાં ફી ચૂકવીને પોતાની કારમાં બેઠાં-બેઠાં હોરરનો અનુભવ કરવાનો હોય છે. જો પોતાની કાર ન હોય તો લગભગ ૭૦૦-૮૦૦ રૂપિયા જેટલી એકસ્ટ્રા રકમ ચૂકવતાં ફોરસીટર કાર પણ ઓપરેટર તરફથી આપવામાં આવે છે. ટોકયોના અઝાબુ વિસ્તારના એક ગેરેજમાં હોરરનો અનુભવ કરાવવામાં આવે છે.

એ ઠેકાણે લાંબા વખત પહેલાં ડરામણી ઘટના બની હતી. હોરર એકસ્પીરિયન્સ માટે એ વ્યકિતએ કારનું હોર્ન ત્રણ વખત વગાડવાનું હોય છે. વીસ મિનિટના સેશનમાં ભૂત-પ્રેત-ચુડેલ વગેરે જોવા મળતાં હોવાનો દાવો કરવામાં આવે છે. હોરર સ્ટોરી વિશે લોકોને વધુ જાણકારી જોઈએ તો ત્યાં વાહન પાર્ક કર્યું હોય એ ગાળામાં એ હોરર સ્ટોરીનું વર્ણન કારના રેડિયો પર સાંભળી શકાય છે.

(2:40 pm IST)