Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ઝાડના મૂળ જેવા હાથ અને પગથી કંટાળેલા યુવાનને હવે હાથ કપાવી નાખવા છે

બંગલા દેશના ટ્રીમેન તરીકે જાણીતા અબુલ બજાનદાર નામના ર૮ વર્ષના યુવકને અતિશય રેર કહેવાય એવો ટ્રીમેન સિન્ડ્રોમ છે. જુવાનીમાં આવ્યા પછી તેને હાથે-પગે વોટર્સ થવાનું શરૂ થયેલું. ર૦૧૬માં તો પરિસ્થિતિ વણસી જતાં સર્જરી કરીને એ વોટર્સ દૂર કરવામાં આવ્યાં. જો કે એ પછી પણ ઝાડના મૂળિયા જેવો કડક ચામડીનો ગ્રોથ અટકતો નથી. એ પછીથી કુલ પચીસ સર્જરી કરાવી ચુકયા પછી પણ તેના હાથ-પગ ઝાડના મુળ જેવા જ છે. આ વોટર્સની પીડા એટલી અસહ્ય છે કે હવે અબુલ હાથ કપાવી નાખવા માંગે છે. તેની મમ્મી પણ આ સાથે સહમત છે, કેમ કે તેને લાગે છે કે તેના હાથની પીડા એટલી અસહ્ય છે કે તેના માટે જીવન કડવું વખ થઇ ગયું છે.

(11:49 am IST)