Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

તુર્કીમાં અર્દોઆન બીજીવાર બન્યાં રાષ્ટ્રપતિ:પ્રથમ તબક્કામાં જીત હાંસલ કરી

અર્દોઆનને 53 ટકા અને તેમના પ્રતિદ્વંદી મુહર્રમને 31 ટકા મત મળ્યા

તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ જીત હાંસલ કરી લીધી છે. દેશમાં ચૂંટણી કરાવનાર સંસ્થાના પ્રમુખે આ જાણકારી આપી છે. મોટાભાગના મતોની ગણતરી થઈ ચૂકી છે. અર્દોઆનને 53 ટકા અને તેમના પ્રતિદ્વંદી મુહર્રમને 31 ટકા મત મળ્યા છે. તુર્કીમાં રાષ્ટ્રપતિ અને સંસદીય ચૂંટણી એકસાથે થઈ રહી છે. પરિણામ શુક્રવારે જાહેર કરવામાં આવશે.

(9:19 pm IST)