Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ચીન 6000 ફૂટ ઊંચા પર્વતની ટોચ પર બનાવી રહ્યું છે એરપોર્ટ

ચીન લગભગ 6,000 ફૂટ ઊંચી પહાડની ટોચ પર એરપોર્ટ બનાવી રહ્યું છે. ચીનના ચોંગકિંગ ખાતે વુશાન તાલુકામાં છેલ્લા છ વર્ષથી તેને તૈયાર કરવામાં આવી રહ્યું છે. તાઓહુઆ પર્વતની ટોચ પર એક રનવે વાળા એરપોર્ટને આગામી વર્ષમાં વિમાનની અવરજવર માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ રનવે 2600 મીટર લાંબો અને 45 મીટર વિશાળ હશે. આ એરપોર્ટ આ જ મહિના અંત સુધીમાં પૂરી થવાની આશા છે.

(8:39 pm IST)