Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

મસ્જિદમાં યુવતીઓએ ડાન્સ કરતા પર્યટકો પર પ્રતિબંધ

ટૂંકા કપડા પહેરી ડાન્સ કરતો એક વીડિયો વાઈરલ થતા વિવાદસર્જાતા નિર્ણંય

મલેશિયાના કોટા કિનાબાલુ શહેરની મુખ્ય મસ્જિદની બહાર એક દિવાલ પર ટૂંકા કપડા પહેરી ડાન્સ કરતો એક વીડિયો વાઈરલ થતા વિવાદ સર્જાયો છે. વીડિયો વાઈરલ થયા બાદ મસ્જિદ પ્રમુખ જમાલ સાકરને વિદેશી પર્યટકોના આવા વ્યવહારની કડક ટીકા કરી છે, એટલુ જ નહિં પરંતુ મસ્જિદમાં પર્યટકોના પ્રવાસ પર અસ્થાયી પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે.

(8:38 pm IST)
  • હવે મદ્રેસાના શિક્ષણમાં ફેરફારની તૈયારી :શિક્ષણ સંસ્થાઓને મદરસા બોર્ડ અથવા સ્ટેટ બોર્ડ પાસેથી પરવાનગી લેવી ફરજિયાત બનાવાશે :માનવ સંસાધન મંત્રાલય (HRD) મદરસા શિક્ષામાં ફેરફાર કરવાની યોજના :મદરસાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાનું શિક્ષણ આપવાનો ધ્યેય access_time 1:10 am IST

  • દક્ષિણ ગુજરાત બાદ વડોદરામાં પણ વરસાદે બઘળાટી બોલાવી : બપોરે અચાનક જ વડોદરામાં ધોધમાર વરસાદ શરુ થયો : આ સાથે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી ચૂક્યું છે, અને રવિવાર રાતથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. access_time 4:29 pm IST

  • ત્રિપલ તલ્લાક મુદ્દે સરકારે માંગ્યો સોનિયા ગાંધી,મમતા બેનર્જી અને માયાવતીનો સહકાર : મહિલાઓનાં વિકાસ માટે થતા કામમાં રાજનીતિ ન થવી જોઇએ, તમામ રાજનીતિક મહિલાઓ આગળ આવે :કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકાર પ્રસાદે કહ્યું કે, આ સવાલ ના રાજનીતિનો છે, ના પુજાનો છે અને ન ધર્મનો. આ સવાલ છે ન્યાય, નારી સન્માન અને નારી ગરિમાનો છે. access_time 1:09 am IST