Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ઝિમ્બાબ્વેમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રેસિડન્ટ એમર્સનના મંચ નજીક બોમ્બ બ્લાસ્ટઃ પ્રેસિડન્ટનો આબાદ બચાવઃ વાઇસ પ્રેસિડન્ટ સહિત અન્યો ઘાયલ

ઝીમ્બાબ્વેઃ ઝીમ્બાબ્વેના બુવાલાયો શહેરમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા પ્રેસિડન્ટ એમર્સન નાનગાંગ્વાના મંચ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. જો કે તેઓનો આબાદ બચાવ થયો છે. પરંતુ તેમની સાથેના કાફલામાં શામેલ ઉપરાષ્ટ્રપતિ કેમો મોહાડી સહિતના અગ્રણીઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે ઝિમ્બાબ્વેમાં આવતા મહિને ચૂંટણી થવાની છે.

(8:36 pm IST)